તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
July 01, 2025
તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે. વિરૂધુનગર જિલ્લામાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આજે મંગળવારે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા છે. ફેક્ટરી પાસે અવાજરહિત ફટાકડાં ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું. જો કે, જરૂરી વ્યૂહાત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાંનું ગેરકાયદે ઉત્પાદન કરી રહી હોવાનું નિરિક્ષણમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં અર્મર્યાદિત જગ્યા હોવાથી ખુલ્લા વિસ્તારમાં રો મટિરિયલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન છે. સીપીસીબી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, ફેક્ટરીમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી સુરક્ષાનું જોખમ વધુ હતું. ગતવર્ષે પણ શિવાકાશીમાં આવેલી એક ફટકડાંની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં 10 મજૂરોના મોત થયા હતાં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દોરવણી હેઠળ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસમાં નોંધ્યું હતું કે, યુનિટમાં સુરક્ષાના માપદંડોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું હતું.
Related Articles
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026