ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
June 30, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે. કેનેડિયન નાણા મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન કર્યું છે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 21 જુલાઈ સુધીમાં નવા વેપાર કરાર પર સંમતિ માટે વાટાઘાટો ફરી શરૂ કરવા જઈ રહ્યા છે. કેનેડિયન નાણા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, સોમવારથી ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરવામાં આવશે. જેના માટે ફાઈનાન્સ મિનિસ્ટર ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન સોમવારે ડિજિટલ સર્વિસ ટેક્સ એક્ટને રદ કરતું એક બિલ રજૂ કરશે. DSTની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. કેનેડામાં કાર્યરત ઘણી મોટી ટેક કંપનીઓ કેનેડિયન નાગરિકો પાસેથી થતી આવક પર ટેક્સ ચૂકવતી ન હતી. જેથી કેનેડાએ ડિજિટલ સર્વિસ ટેક્સ શરૂ કર્યો હતો. ટ્રમ્પે અચાનક કેનેડા દ્વારા વસૂલવામાં આવતો ડિજિટલ સર્વિસ ટેક્સને અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવતાં વેપાર મંત્રણા બંધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ આગળ વધશે નહીં. કેનેડાનો પ્રસ્તાવિત ડિજિટલ સર્વિસ ટેક્સ એક્ટ હેઠળ કેનેડિયન યુઝર્સ પાસેથી દરવર્ષે 2 કરોડ કેનેડિયન ડોલરથી વધુ કમાણી કરતી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર્સ પર 3% ટેક્સ વસૂલાય છે. આ ટેક્સ 2022થી પૂર્વવર્તી રીતે લાગુ થયો હતો અને તેની સીધી અસર અમેરિકન ટેકનોલોજી કંપનીઓ જેમ કે એમેઝોન, મેટા, આલ્ફાબેટ (ગુગલ) અને એપલ પર થઈ રહી હતી. આ આવક ઓનલાઈન માર્કેટપ્લેસ સેવાઓ, ઓનલાઈન જાહેરાત સેવાઓ, સોશિયલ મીડિયા સેવાઓ અને યુઝર્સના ડેટાના વેચાણથી થાય છે.
Related Articles
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
Trending NEWS
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
11 May, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026