ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
June 26, 2026
કોપેનહેગન: ડેનમાર્કની ડાબેરી (વામપંથી) સરકારે લાઉડસ્પીકર દ્વારા અઝાન બોલવા પર પ્રતિબંધ મૂકવાની વાત કહી છે. સરકારના મંત્રી મોર્ટન બોડસ્કોવે જણાવ્યું છે કે દેશના કેટલાક વિસ્તારો 'ઇસ્લામાબાદના ઉપનગરો' જેવા લાગે છે. આવી પરિસ્થિતિમાં અમે અઝાન પર કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહ્યા છીએ. ડેનમાર્ક સરકાર દ્વારા નમાજ પહેલાં અપાતી અઝાન પર રોક લગાવવા પાછળ ઇસ્લામનો પ્રભાવ વધવાની (ઇસ્લામીકરણની) ચિંતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સત્તાધારી સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટી દ્વારા મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ રોકવાનો આ ત્રીજો પ્રયાસ છે.
અહેવાલ મુજબ, સેન્ટર-લેફ્ટ સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના સભ્ય અને સરકારમાં ઇમિગ્રેશન (સ્થળાંતર) મંત્રી મોર્ટન બોડસ્કોવે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી સરકાર અઝાન પર પ્રતિબંધ મૂકવાના કાયદાકીય પાસાઓની ફરીથી તપાસ શરૂ કરશે. તેમણે આ માટેનો પ્લાન તૈયાર કરી લીધો હોવાનો દાવો પણ કર્યો છે. બોડસ્કોવના નેતૃત્વમાં ડેનમાર્કની ઇમિગ્રેશન અને એકીકરણ નીતિઓને પણ વધુ કડક બનાવવામાં આવી રહી છે.
બોડસ્કોવ અઝાનનો મુદ્દો ઉઠાવનારા ત્રીજા સોશિયલ ડેમોક્રેટિક ઇન્ટિગ્રેશન મિનિસ્ટર (એકીકરણ મંત્રી) છે. જો કે, અઝાન પર પ્રતિબંધનો હાલનો પ્લાન હજી સમીક્ષાના તબક્કામાં છે. આ કોઈ સંપૂર્ણ રીતે તૈયાર થયેલી નીતિ નથી. હાલમાં અધિકારીઓ ડેનમાર્કના ધાર્મિક આચરણ સાથે જોડાયેલા બંધારણીય સંરક્ષણ હેઠળ આવો પ્રતિબંધ કાયદાકીય રીતે શક્ય બનશે કે નહીં એ વાતની તપાસ કરી રહ્યા છે.
ડેનમાર્કમાં અવાજ પ્રદૂષણ સંબંધિત સ્થાનિક નિયમોના કારણે કોપનહેગન સહિત કેટલીક જગ્યાઓ પર લાઉડસ્પીકર દ્વારા અઝાન આપવા પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશે તાજેતરના વર્ષોમાં જાહેરમાં ધાર્મિક ઉશ્કેરણી પર પણ કડક નિયંત્રણો લગાવ્યા છે. આમાં 2023નો એ કાયદો પણ સામેલ છે જે ધાર્મિક ગ્રંથોના અપમાનને અટકાવે છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026