રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્યા 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેશે
June 19, 2026
જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે તેવી ખાતરી અપાઈ
અયોધ્યા ઃ અયોધ્યાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં 126 જેટલા વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે પહોંચેલા સીએમ યોગીએ એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, તમે રામ મંદિર માટે 500 વર્ષ સુધી રાહ જોઈ છે, તો 15 દિવસ વધુ રાહ જોઈ લો. ટ્રસ્ટની વિનંતી પર જ SITની રચના કરવામાં આવી છે, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે.”
સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું કે સમાચાર માધ્યમોમાં અહેવાલો આવ્યા બાદ ટ્રસ્ટના કહેવાથી સરકારે તાત્કાલિક તપાસ બેસાડી છે. તેમણે રામ ભક્તોને અપીલ કરી છે કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કોઈ પણ એવી અનર્ગળ કે બિનજરૂરી નિવેદનબાજી ન કરે જેનાથી ભક્તોની લાગણી દુભાય, કારણ કે આવી નિવેદનબાજી તપાસને પ્રભાવિત કરે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈની પાસે આ ચોરી સંબંધિત કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો તે સીધા એસઆઇટીને સોંપી શકે છે. પ્રભુ શ્રીરામે આપણને મર્યાદાનું પાલન કરવાની પ્રેરણા આપી છે, તેથી સૌએ મર્યાદા જાળવવી જોઈએ અને જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર સીધું નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું કે, જે લોકો રામ ભક્તો અને 'જય શ્રીરામ'ના નારા લગાવનારાઓ પર લાઠી-ગોળીઓ ચલાવતા હતા, તેઓ આજે ઉપદેશ આપવા નીકળ્યા છે. આ લોકો ક્યારેય નથી ઇચ્છતા કે અયોધ્યાને સન્માન મળે, તેઓ માત્ર અયોધ્યા અને અહીંના લોકોને અપમાનિત કરવા માંગે છે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026