ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
August 01, 2026
ગ્લાસગોઃ કોમનવેલ્થ ગેમ્સ 2026ના નવમા દિવસે ભારતે ભાલા ફેંક સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા. સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ 85.83 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે યશ વીર સિંહે અંતિમ પ્રયાસમાં 85.41 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. શ્રીલંકાના રૂમેશ થરંગાએ 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જેવેલિન થ્રોની ફાઇનલમાં કુલ 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતના ત્રણ ખેલાડીઓ સામેલ થયા હતા. નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 80.97 મીટર, બીજા પ્રયાસમાં સિઝનનો પોતાનો શ્રેષ્ઠ 85.83 મીટર, ત્રીજા પ્રયાસમાં 81.29 મીટર અને ચોથા પ્રયાસમાં 80.73 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, રૂમેશ થરંગાના 89.75 મીટરના થ્રોને તે પાછળ છોડી શક્યો નહોતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતના અન્ય ખેલાડી યશ વીર સિંહે અંતિમ રાઉન્ડમાં 85.41 મીટરનો પોતાનો શ્રેષ્ઠ થ્રો કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે રોહિત યાદવ 81.56 મીટરના થ્રો સાથે સાતમા સ્થાને રહ્યો હતો. આમ ભાલા ફેંક સ્પર્ધામાં ભારતે કુલ બે મેડલ જીત્યા હતા.
ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરા અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ યશ વીર સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. એક્સ પર પોસ્ટ કરીને તેમણે યશ વીર સિંહના પ્રદર્શનની પ્રશંસા કરતાં લખ્યું હતું કે તેમનો શાનદાર થ્રો તેમના સમર્પણ અને જુસ્સાનું પ્રતિબિંબ હતો તેમજ તેમની સિદ્ધિ અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. તેમણે બંને ખેલાડીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.
Related Articles
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અજ...
Jul 30, 2026
ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: 31 બોલમાં ફિફ્ટી, ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી
ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું વાવાઝો...
Jul 26, 2026
બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ મોટો નિર્ણય: ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની કમાન ફરી જો રૂટના હાથમાં!
બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ મોટો નિર્ણય:...
Jul 26, 2026
વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ
વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન...
Jul 26, 2026
ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો: જોસ બટલરે રચ્યો ઇતિહાસ
ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો:...
Jul 26, 2026
Trending NEWS
01 August, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026
31 July, 2026