દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના 3 મુસાફરો મ્યુનિક પહોંચી ગયા, એર ઈન્ડિયાને નોટિસ, હાઈટ લેવલ બેઠક બોલાવી
September 15, 2026
દિલ્હીઃ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક સામે આવી છે. અમ્રિતસરથી દિલ્હી પહોંચેલા 3 ઇટાલિયન મુસાફરો ફરજિયાત ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના લુફ્થાન્સાની ફ્લાઇટમાં સવાર થઈ જર્મનીના મ્યુનિક પહોંચી ગયા હતા. દેશની સુરક્ષા સાથે જોડાયેલી આ બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
કર્તવ્ય ભવન ખાતે યોજાનારી આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન કરશે. સમગ્ર ઘટના 4 સપ્ટેમ્બરે બની હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 12 સપ્ટેમ્બરે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, એર ઇન્ડિયાએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ખુલાસો કે જવાબ આપ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગંભીર ચૂકની શરૂઆત અમ્રિતસર એરપોર્ટ પર થયેલી ગેરસમજથી થઈ હતી. ત્રણેય ઇટાલિયન નાગરિકોને અમ્રિતસરથી દિલ્હી અને ત્યારબાદ લુફ્થાન્સાની મ્યુનિક ફ્લાઇટ માટે બંને બોર્ડિંગ પાસ એકસાથે આપવામાં આવ્યા હતા. નિયમ મુજબ દિલ્હી પહોંચ્યા બાદ તેમણે ભારતમાંથી બહાર જવા માટે ફરજિયાત ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનું હતું.
પરંતુ સ્ટાફની બેદરકારીના કારણે ત્રણેય મુસાફરોને સીધા આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય સ્થાનાંતરણ વિસ્તારમાં મોકલી દેવાયા હતા. આ વિસ્તાર વિદેશથી આવીને અન્ય ત્રીજા દેશમાં જતા ટ્રાન્ઝિટ મુસાફરો માટે હોય છે. પરિણામે ત્રણેય મુસાફરો ભારતીય ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધા વિમાનમાં બેસી મ્યુનિક પહોંચી ગયા હતા. આ ગંભીર સુરક્ષા ચૂક બાદ હવે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Related Articles
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કર...
Sep 15, 2026
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પ...
Sep 15, 2026
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું,...
Sep 15, 2026
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર ટ્રેકમાં બેઠેલા ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત, પોલીસની તપાસ શરૂ
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર...
Sep 15, 2026
રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આતંકીઓને રસ્તો બતાવનાર 3 ઝડપાયા, મોટી સંખ્યામાં IED જપ્ત કરાયા
રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આતંક...
Sep 15, 2026
ટ્રેડિંગ રોકવા રિસોર્ટમાં રાખેલા જયપુરના કોંગ્રેસ ઉમેદવારોને રૂમ-ભોજન ન મળતાં રાતોરાત પરત ફર્યા
ટ્રેડિંગ રોકવા રિસોર્ટમાં રાખેલા જયપુરના...
Sep 15, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026