Breaking News :
AIથી દુનિયા ખતમ થવાના દાવાને કાવતરું ગણાવી ટ્રમ્પનો વિરોધ, નિયંત્રણોથી ચીનને ફાયદો થવાની ચેતવણી રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ બોસ્ટનમાં વિઝા સમયમર્યાદા ઘટાડવાના ટ્રમ્પ નિયમ સામે જજે રોક લગાવી, વિદેશી વિદ્યાર્થીઓ-પત્રકારોને મોટી રાહત લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા

સાઉદીના ખમીસ મુશૈત પર હૂતીનો મિસાઈલ-ડ્રોન હુમલો, 13 નાગરિકો ઘાયલ; જેદ્દાહ-આભા-જાઝાનમાં ઇમરજન્સી એલર્ટ

September 15, 2026

સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓએ ફરી હુમલો કર્યો છે. હૂતીઓએ દાવો કર્યો છે કે દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈતમાં ડઝનબંધ મિસાઇલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા અને એક સૈન્ય એરબેઝને નિશાન બનાવાયું હતું. હુમલામાં 13 નાગરિકો ઘાયલ થયાના અહેવાલ છે. જોકે, સાઉદી સિવિલ ડિફેન્સે બાદમાં ખતરો ટળી ગયો હોવાનું જણાવ્યું હતું.

હુમલા બાદ સાઉદી સત્તાવાળાઓએ ખમીસ મુશૈત, આભા અને તાઈફ સહિત દક્ષિણના અનેક શહેરોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. તેમાં જેદ્દાહ, આભા અને જાઝાનનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી હૂતી વિદ્રોહીઓ તરફથી વધુ હુમલાની આશંકા વચ્ચે કરવામાં આવી છે.

હૂતીઓએ પોતાના તાજેતરના હુમલાને સાઉદી અરેબિયાની યમનમાં કરાયેલી તાજેતરની હવાઈ કાર્યવાહીનો વળતો જવાબ ગણાવ્યો છે. સાઉદીના હુમલામાં વિમાનના હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ, લાલ સમુદ્રના પ્રવેશદ્વાર નજીક આવેલા પેરિમ ટાપુ પર હૂતીઓની આગેકૂચથી સાઉદીની તેલ નિકાસ પર દબાણ વધ્યું છે.

આ અગાઉના એક હવાઈ હુમલાને કારણે સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન ઠપ થઈ ગઈ હતી. દરમિયાન સાઉદી અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂતી ઠેકાણાઓ પર બોમ્બમારો વધુ તેજ કર્યો છે. આ કાર્યવાહી છતાં હૂતીઓએ લગભગ સમગ્ર પશ્ચિમી તટ પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે.