વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
September 04, 2026
દિલ્હી ઃ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમે તૈયારીઓ તેજ કરી દીધી છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. જોકે, ટીમના નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે જાપાન જશે નહીં. એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની મલ્ટી-ફોર્મેટ સીરિઝની તારીખો એકબીજા સાથે ટકરાઈ રહી છે, જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમે એકસાથે બે અલગ મોરચે મેદાનમાં ઉતરવું પડશે. મુખ્ય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે, જ્યારે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની બીજી ટીમ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.ઐતિહાસિક વારસો જુઓ
ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ હેડ કોચની જવાબદારી સંભાળશે. પીટીઆઈના અહેવાલ મુજબ, લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ સપોર્ટ સ્ટાફનો ભાગ બનશે. આ ઉપરાંત મારુફ ફજંદર સપોર્ટ સ્ટાફ લીડરની ભૂમિકા નિભાવશે. ભારતીય ટીમમાં ઘણા સ્ટાર T20 ખેલાડીઓ સામેલ હોવાથી ભારતને ગોલ્ડ મેડલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સ બાદ ક્રિકેટ ટીમનો સપોર્ટ સ્ટાફ સૌથી મોટો હશે. સારી રેન્કિંગના કારણે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજના મુકાબલા રમવાની જરૂર નહીં પડે અને તેને સીધો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.
શ્રેયસ અય્યર બ્રિગેડ ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ રમશે, જે એશિયન ગેમ્સ 2026 માં ભારતનો પ્રથમ મેચ હશે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. જોકે, આ ટીમો સામે કઈ ટીમ ટકરાશે તેનો નિર્ણય ગ્રુપ મેચો બાદ લેવાશે.
Related Articles
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્...
Aug 22, 2026
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર...
Aug 19, 2026
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
Trending NEWS
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026