શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી
April 24, 2026
આ પહેલા મોજતબા ખામેનેઈના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. અહેવાલો પ્રમાણે ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ યુદ્ધ શરૂ થયા બાદથી ખામેનેઈ અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી અને માત્ર લેખિત સંદેશા જ જારી કરી રહ્યા છે, જેને કારણે આ અટકળો વધુ તેજ બની છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલમાં ઈરાની અધિકારીઓના હવાલે એવો દાવો કરવામાં આવ્યો છે કે, હુમલામાં મોજતબા ખામેનેઈનો ચહેરો અને હોઠ ગંભીર રીતે દાઝી ગયા છે. આ જ કારણ છે કે તેમને બોલવામાં મુશ્કેલી પડી રહી છે અને આગામી સમયમાં તેમને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડશે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમના એક પગની ત્રણ વખત સર્જરી થઈ ચૂકી છે અને તેમને કૃત્રિમ પગ એટલે કે પ્રોસ્થેટિક લેગની જરૂર પડી શકે છે. આ સાથે જ તેમના એક હાથનું પણ ઓપરેશન કરવામાં આવ્યું છે, જે બાદ તેમની હાલતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. જોકે, ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ મહત્વના નિર્ણયો અત્યારે પણ મોજતબા ખામેનેઈ પોતે જ લઈ રહ્યા છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026