ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
April 06, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલાની ધમકી આપી છે. એવામાં બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં રહેલા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સત્તાવાર રીતે ઠુકરાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દેશના દબાણ કે ધમકી હેઠળ આવીને ડીલ કરશે નહીં.
પાકિસ્તાન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડ્રાફ્ટમાં 45 દિવસના સીઝફાયર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ જણાવ્યું કે, ડેડલાઈન આપવી અને યુદ્ધની ધમકીઓ આપવી તે શાંતિ વાર્તાના સંકેત નથી. ઈરાન તેના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને જ કોઈ નિર્ણય લેશે.
આ વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મંગળવાર, 7 એપ્રિલના રોજ ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' હશે. આ સીધેસીધી ઈરાનના પાવર સ્ટેશનો અને પુલો પર બોમ્બમારાની ધમકી છે. ટ્રમ્પનો દાવો છે કે મંત્રણા ચાલુ છે, પરંતુ ઈરાનનું વલણ જોતા સમજૂતીની શક્યતા નહિવત દેખાઈ રહી છે. નોંધનીય છે કે ઈરાનને આપેલી ધમકીમાં ટ્રમ્પે અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે.
Related Articles
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026