પ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી થયા જોરદાર ટ્રોલ, ગાયના ચામડાથી બનેલી રૂ.2 લાખની બેગ વાપરવાનો આરોપ
October 28, 2024
આધ્યાત્મિક ઉપદેશક અને કથાવાચક જયા કિશોરી તેમના અનુયાયીઓને મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપે છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કથાકાર 2 લાખથી વધુની કિંમતની બેગ વાપરે છે. 29 વર્ષીય કથાવાચક જયા કિશોરી તેમની કસ્ટમાઇઝ્ડ બેગ સાથે એરપોર્ટ પર દેખાયા હતા. જે બાદ તે ટ્રોલના નિશાના પર આવ્યા છે. બેગની બ્રાન્ડ પ્રમાણે વેબસાઈટ પર સર્ચ કરવાથી જાણવા મળે છે કે વીડિયોમાં દેખાતી ટોટબેગ ગાયના ચામડામાંથી બનેલી છે. તેમજ તેની કિંમત પણ 2 લાખ રૂપિયાથી વધુ છે. આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે લખ્યું કે, 'આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીએ કે જેઓ સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે તેમણે તેનો એક વીડિયો ડિલીટ કરી દીધો છે, જેમાં તેઓ રૂ.2,10,000ની કિંમતની બેગ સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. X યુઝર વીણા જૈને લખ્યું કે, 'વિવાદ બાદ જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો વીડિયો હટાવી દીધો છે. તે પોતે જ બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતા દેખાય છે અને તેઓ પોતાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત પણ કહે છે. બીજી એક વાત: આ બ્રાન્ડેડ બેગ વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂ. 2 લાખથી વધુ છે.' અન્ય યુઝરે લખ્યું, 'જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે. બધા ઉપદેશકો એવા છે જેઓ પૈસા કમાવવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આપણા ધર્મનો ઉપયોગ કરે છે.'
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026