Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું

May 08, 2026

અમારા વળતાં પ્રહારમાં અમેરિકાના જહાજોને ભારે નુકસાન; ઈરાનનો દાવો

ન્યુ યોર્ક : પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધ્યો છે. ઈરાનની મુખ્ય સૈન્ય કમાન 'ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ' દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે બે ઈરાની જહાજો પર હુમલો કર્યો છે. આટલું જ નહીં, ઈરાને એવો પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ કેટલાક દેશોના સહયોગથી દક્ષિણ ઈરાનના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે.


મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાગરીએ આ કાર્યવાહીને ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ, જે જહાજો પર હુમલો થયો તેમાં એક ઓઈલ ટેન્કર હતું જે જસ્ક પાસે ઈરાની દરિયાઈ સીમાથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહ્યું હતું, જ્યારે બીજું જહાજ UAE ના ફુજૈરાહ પાસે આ જલમાર્ગમાં પ્રવેશ કરી રહ્યું હતું. ઈરાની દાવા મુજબ, હોર્મોઝગાન પ્રાંતના બંદર-એ-ખમીર અને સિરિક જેવા નાગરિક વિસ્તારોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.
ઈબ્રાહિમ જોલ્ફાગરીએ જણાવ્યું કે, અમેરિકાના આક્રમણના જવાબમાં ઈરાનની સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વી હિસ્સા અને ચાબહાર બંદરના દક્ષિણમાં રહેલા અમેરિકી સૈન્ય જહાજો પર ઈરાને હુમલો કર્યો, જેમાં અમેરિકાને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ- IRGC નેવીએ જણાવ્યું કે, શુક્રવારે વહેલી સવારે બેલેસ્ટિક મિસાઈલો, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોન વડે અમેરિકી ડિસ્ટ્રોયર જહાજો પર 'મોટો અને સચોટ સંયુક્ત ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું. IRGCના દાવા મુજબ, આ હુમલા બાદ 3 અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને હોર્મુઝ વિસ્તાર છોડીને પાછળ હટવું પડ્યું છે.