Breaking News :
મલેશિયાના કમ્પોન્ગ બહાગિયામાં મોડી રાત્રે ભીષણ આગ: 1000 ઘરો બળીને ખાખ થતા 9000 લોકો બેઘર દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં' મહિલા સશક્તિકરણ માટે સરકાર મક્કમ : ૨૦૨૯ની ચૂંટણી પહેલાં ૩૩ ટકા અનામત લાગુ કરવા કાયદાકીય વિકલ્પોની શોધ શરૂ ચારધામ યાત્રાનો પ્રારંભ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ્યા : ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન

મલેશિયાના કમ્પોન્ગ બહાગિયામાં મોડી રાત્રે ભીષણ આગ: 1000 ઘરો બળીને ખાખ થતા 9000 લોકો બેઘર

April 20, 2026

રવિવારે વહેલી સવારે મલેશિયાના સબાહ પ્રાંતમાં આવેલા ‘કામ્પોન્ગ બહાગિયા’ નામના ગામમાં એક ભયાનક આગ લાગી હતી. આ આગે જોતજોતામાં આખા વિસ્તાર લપેટમાં આવી ગયો હતો. સમુદ્રતટ પાસે આવેલા આ વિસ્તારમાં મોટાભાગના ઘરો લાકડાના થાંભલા પર બનેલાં હતાં. સાંકડી ગલીઓ અને લાકડાના માળખાને કારણે આગ ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.

સ્થાનિક સમય મુજબ રાત્રે 1.30 વાગ્યે લાગેલી આ આગમાં અંદાજે 1000 જેટલાં ઘરો બળીને ખાખ થઈ ગયાં હતાં, જેના કારણે 9000 લોકો બેઘર બન્યા છે. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા ખૂબ મથામણ કરી હતી, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી પાણીના મારા છતાં આગ સતત ફેલાતી રહી હતી. અંદાજે 3 કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી, ત્યાં સુધીમાં આખો વિસ્તાર રાખમાં તબદીલ થઈ ચૂક્યો હતો.

ગનીમત એ રહી હતી કે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, પોતાનો સામાન બચાવવાના પ્રયાસમાં અને બીજાની મદદ કરતી વખતે સેંકડો લોકો સામાન્ય રીતે દાઝ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.