ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
May 06, 2026
ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં મંગળવારે રાત્રે ભીષણ આગ હતી આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 36 જેટલા લોકો ગંભીર રીતે દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. સરકારી ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ કરૂણ ઘટના તેહરાન પ્રાંતના અંદીશેહ શહેરમાં આવેલા લોકપ્રિય અરઘવન શોપિંગ સેન્ટરમાં મંગળવારે મોડી સાંજે બની હતી. જ્યારે મોલમાં લોકોની ભારે અવરજવર હતી, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બહુમાળી ઇમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. અગ્નિશામક દળના જવાનોએ જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને અંદર ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓ અને ફોરેન્સિક ટીમો આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અકસ્માત હોવાનું જણાય છે, કારણ કે અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી નાજુક યુદ્ધવિરામ અમલમાં છે. સત્તાવાર રીતે આ ઘટનાને યુદ્ધ કે કોઈ બાહ્ય હુમલા સાથે જોડતો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી અને તપાસના અંતે જ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ માનવામાં આવે છે.
ઈરાની રાજ્ય ટેલિવિઝન અહેવાલ મુજબ, અધિકારીઓ ઇમારતની સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના સાધનોની પણ તપાસ કરી રહ્યા છે. આ પ્રકારની દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ સુરક્ષાના ધોરણો સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. હાલમાં સુરક્ષાના કારણોસર આખા શોપિંગ સેન્ટર અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026