પંજાબના પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાની ધરપકડ, વિઝિલન્સ ટીમે સવારે જ પાડ્યા હતા દરોડા
June 25, 2025
શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાની અમૃતસર સ્થિત તેમના ગ્રીન એવન્યુ વાળા ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સવારે વિઝિલન્સની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. આ દરોડાની કાર્યવાહીના કલાકો બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રગ્સની તસ્કરીના મામલે મજીઠિયાના ઘરની તપાસ કરવામાં આવી રહી હતી. ટીમે ઘણા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવક કરતા વધુ સંપત્તિના મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. મજીઠિયા શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના સાળા છે. અહેવાલ પ્રમાણે મજીઠિયાને મોહાલી લઈ જવામાં આવ્યા છે. શિરોમણી અકાલી દળના નેતાઓએ મજીઠિયાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામાન્ય ઝપાઝપી બાદ તેમને પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મજીઠિયા લાંબા સમયથી પંજાબ સરકાર પર ડ્રગ્સ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. લુધિયાણા પેટાચૂંટણીના બે દિવસ પહેલા પણ તેમણે પંજાબના મંત્રી ડૉ. રવજોત સિંહની કથિત વાંધાજનક તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં ડૉ. રવજોત એક મહિલા સાથે દેખાઈ રહ્યા હતા. મજીઠિયાએ તેને સેલ્ફી કૌભાંડ ગણાવતા આમ આદમી પાર્ટી અને તેના મંત્રી પર મોટા સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મંત્રીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ કરી હતી. આરોપો લગાવ્યા બાદ મજીઠિયાએ કહ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી સરકાર મારા વિરુદ્ધ બીજો ખોટો કેસ દાખલ કરશે. મારા વિરુદ્ધ પહેલા પણ આવા કેસ દાખલ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ હું તેનાથી ડરવાનો નથી.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026