ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ કહ્યું- હજુ મુશ્કેલી વધશે
March 27, 2026
કેનબેરા : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં હાલ પૂરતો ફ્યુઅલ સપ્લાય સંતોષકારક છે, પરંતુ આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં સપ્લાય ખોરવાઈ રહ્યો છે, જેની સીધી અસર હવે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. કેનબરામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે જણાવ્યું કે સરકાર આ સંકટને પહોંચી વળવા માટે મજબૂત યોજના પર રાત-દિવસ કામ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા તેની જરૂરિયાતનું 80%થી વધુ પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ એશિયાના દેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે. જોકે, એશિયાની રિફાઇનરીઓ જે ક્રૂડ ઓઇલ વાપરે છે તે મુખ્યત્વે મિડલ ઈસ્ટમાંથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે, જે હાલમાં તણાવનું મુખ્ય કેન્દ્ર છે. આ માર્ગ બંધ થવાથી અથવા શિપિંગમાં અવરોધ આવવાથી ઓસ્ટ્રેલિયામાં ઇંધણની ભારે અછત સર્જાઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના આશરે 470 સર્વિસ સ્ટેશનો પર અત્યારથી જ કોઈને કોઈ પ્રકારના ઇંધણની અછત વર્તાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા પીએમ અલ્બનીઝે સોમવારે નેશનલ કેબિનેટની બેઠક બોલાવી છે. બીજી તરફ, વિપક્ષે સરકાર પાસે માંગ કરી છે કે ત્રણ મહિના માટે ફ્યુઅલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને અડધી કરવામાં આવે જેથી જનતાને રાહત મળે. જો હોર્મુઝની ખાડી ફરી ખુલે તો પણ શિપિંગ વીમા અને અન્ય ખર્ચ વધવાને કારણે આગામી સમયમાં ઇંધણના ભાવ અને સપ્લાયમાં મુશ્કેલીઓ ચાલુ રહેવાની શક્યતા છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026