વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ
February 23, 2025
ન્યૂ યોર્ક ઃ: અમેરિકામાં ટ્રમ્પ સરકાર સતત આકરા નિર્ણયો સાથે વિશ્વને હચમચાવી રહી છે. તેના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સીનું નેતૃત્વ કરી રહેલા ઈલોન મસ્ક પણ સતત અટપટા આદેશો આપી રહ્યા છે. તેમણે અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટના સ્ટાફની નોકરી પર લટકતી તલવાર સમાન નિયમ જાહેર કર્યો છે. જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખના નિર્દેશોને આધિન ફેડરલના તમામ કર્મચારીઓને ઝડપથી એક ઈમેઈલ મોકલવામાં આવશે. જેમાં તેમને ગત સપ્તાહે કરેલા કામો વિશે પૂછવામાં આવશે. જો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા તો રાજીનામું આપવું પડશે. મસ્કની આ જાહેરાત ફેડરલ કર્મચારીઓને સાપ્તાહિક ધોરણે પોતાના કામનો રિપોર્ટ બનાવવા મજબૂર કરી શકે છે.
તેમજ આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો નોકરી જવાનું જોખમ રહેશે. જો કે, આ નિયમના અનુપાલનની કેમ જરૂર છે? તેમજ તેમને રિપોર્ટ તૈયાર કરવામાં કેટલો સમય આપવામાં આવશે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉ પણ તેમણે ફેડરલનો સ્ટાફ ઘટાડવાની કવાયત હાથ ધરી હતી.
મસ્કે હાલમાં જ શુક્રવારે (21 ફેબ્રુઆરી) ફેડરલ સરકારના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના ભાગરૂપે ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં અસૈન્ય કર્મચારીઓની સંખ્યા ઓછામાં ઓછી 5 ટકા સુધી ઘટાડવાનો આદેશ આપ્યો હતો. સરકારી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ બિનજરૂરી સ્ટાફને હાંકી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાના હેતુ સાથે ફેડરલમાં છટણીની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026