પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
July 13, 2026
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભગવાન વિઠ્ઠલના દર્શનાર્થે નીકળેલી વારી યાત્રામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. સાસવડ-જેજુરી માર્ગ પર બેલસર ટોલ નાકાથી આશરે 500 મીટર દૂર પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓના સમૂહમાં એક ટ્રક ઘૂસી જતાં 3 મહિલાઓના કરૂણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં અન્ય 7 જેટલા પદયાત્રીઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
પુણે ગ્રામ્યના પોલીસ વડા સંદીપ સિંહ ગિલે આ દુર્ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નાંદેડ જિલ્લાના લોહા વિસ્તારની રંગનાથ મહારાજની દિન્ડી સાથે જોડાયેલા એક ટ્રકે આ અકસ્માત સર્જ્યો હતો. જેજુરી તરફ આગળ વધી રહેલા સાંગલી જિલ્લાના કસબેદિગ્રાજની દિન્ડીના વારકરીઓને આ ટ્રકે અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતનો ભોગ બનેલા તમામ 7 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જેજુરીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા હાલમાં આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. ભક્તિમય માહોલ વચ્ચે બનેલી આ દુર્ઘટનાને પગલે અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આષાઢી એકાદશીના પાવન અવસરે દર વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો વારકરીઓ ભગવાન વિઠ્ઠલની પૂજા અને દર્શન કરવા માટે પગપાળા નીકળે છે. આ શ્રદ્ધાળુઓ સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુર સુધી વારી યાત્રા કાઢે છે, જેમાં અસંખ્ય લોકો શ્રદ્ધાભેર ભાગ લે છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026