જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
July 13, 2026
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ ભૂમિ વિવાદ અને ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બંને પક્ષોનું કહેવું છે કે, આ તમામ મામલાઓનો નિકાલ અદાલતમાં કાનૂની આધાર પર જ થવો જોઈએ. આ મુદ્દો માત્ર કોઈ એક ચોક્કસ સ્થળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમુદાયનો છે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રએ તાજેતરમાં જ આ ત્રણેય મામલાના તમામ પક્ષકારોને પત્ર મોકલીને "સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મેડિએટેડ એડજ્યુડિકેશન એન્ડ ડિસ્પ્યુટ્સ હાર્મોનાઈઝેશન અક્રોસ નેશન (સમાધાન સમારોહ-2026) અંતર્ગત પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલ શોધવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આ પહેલનું સમાપન આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશેષ લોક અદાલતમાં થવાનું છે. જો કે, હિન્દુ પક્ષના અરજદારો અને ત્રણેય મસ્જિદોની વ્યવસ્થાપન સમિતિઓએ સુપ્રીમ કોર્ટ તેમજ સંબંધિત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો (લીગલ સર્વિસીસ ઓથોરિટી) ને જાણ કરી દીધી છે કે અમે આ મધ્યસ્થતા પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા નથી.
કેસો સાથે જોડાયેલા વકીલો અને પક્ષકારોનું કહેવું છે કે, પૂજા સ્થાનો પર માલિકી હક્ક, બંધારણીય અધિકારો અને વ્યાપક જનહિત સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મામલાઓનો ચુકાદો અદાલત દ્વારા જ આવવો જોઈએ, નહીં કે લોક અદાલત કે મધ્યસ્થતાના માધ્યમથી. બીજી તરફ મસ્જિદ પ્રબંધન સમિતિઓના પ્રતિનિધિઓએ પણ કહ્યું કે, અમે વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના પક્ષધર છે, પરંતુ આ મામલાને મધ્યસ્થતા માટે મોકલવા નથી ઈચ્છતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષોના આ વલણ બાદ હવે ઓગસ્ટ મહિનામાં યોજાનારી વિશેષ લોક અદાલતમાં આ ચર્ચિત કેસોનો સમાવેશ થાય તેવી શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, 'સમાધાન સમારોહ-2026' ની જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર કેસોનો સ્વેચ્છિક અને પરસ્પર સહમતિના આધારે ઉકેલ લાવવાનો છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026