અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
July 13, 2026
હોર્મુઝ જળમાર્ગમાં એક કન્ટેનર જહાજ પર થયેલા હુમલાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રવિવારે અમેરિકાએ ઈરાનના 140 જેટલા સૈન્ય મથકો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા, જેના વળતા જવાબમાં ઈરાને પણ અખાતી દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર પ્રહાર કર્યાનો દાવો કર્યો છે. આ તંગદિલી વચ્ચે ઈરાને વિશ્વભરમાં કાચા તેલ અને કુદરતી ગેસના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની માહિતી મુજબ, રવિવારની આ સૈન્ય કાર્યવાહીમાં ઈરાનની મિસાઈલ તેમજ ડ્રોન લોન્ચિંગ સાઇટ, દારૂગોળાના ગોડાઉન અને સંચાર કેન્દ્રો સહિત 140 સૈન્ય સુવિધાઓને ધ્વસ્ત કરવામાં આવી છે. અમેરિકાનું માનવું છે કે આ પગલાંથી વ્યાપારી જહાજોને ડરાવવાની ઈરાનની તાકાત નબળી પડશે. આ હુમલા અંગે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે ઈરાને ખૂબ જ ખોટો નિર્ણય લીધો છે અને હવે તેણે આ ભૂલની ભારે કિંમત ચૂકવવી પડશે.
અમેરિકાની આ આક્રમક કાર્યવાહી બાદ ઈરાને પણ બહેરીન, કુવૈત, કતાર અને ઓમાન જેવા અખાતી દેશોમાં કાર્યરત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યાનો દાવો કર્યો છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર, તેમણે જોર્ડન ખાતે આવેલા પ્રિન્સ હસન એરબેઝ સહિત વિવિધ અમેરિકી લશ્કરી છાવણીઓને બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવી છે. જોકે, ઈરાનના આ દાવાને હજુ સુધી કોઈ સ્વતંત્ર સમર્થન મળ્યું નથી.
બંને દેશો વચ્ચેના આ ઘર્ષણની અસર સમગ્ર અખાતી વિસ્તારમાં જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાતે તેની હવાઈ સુરક્ષા પ્રણાલી દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હોવાની માહિતી આપી છે. આ ઉપરાંત બહેરીનમાં ચેતવણી આપતી સાયરનો વાગી હતી અને કતાર સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરી છે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેને સુરક્ષાની બાંયધરી નહીં મળે અને વિદેશી લશ્કરી દબાણ ઓછું નહીં થાય ત્યાં સુધી તે હોર્મુઝ જળમાર્ગ ખોલશે નહીં.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026