75મી વર્ષગાંઠની ઉજવણી મુદ્દે સરકાર-વિપક્ષ આમને સામને
November 26, 2024
સંસદમાં મંગળવારે યોજાનારા બંધારણ દિવસ કાર્યક્રમને લઈને સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયાં છે. વિપક્ષની માંગ છે કે બંધારણ દિવસ સમારોહ દરમિયાન બન્ને સદનમાં વિપક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવે. આને લઈને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પલટવાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે બંધારણ દિવસનો કાર્યક્રમ રાજકારણથી ઉપર છે અને દેશનો ઉત્સવ છે. તેમણે આ સાથે સમગ્ર કાર્યક્રમની જાણકારી પણ આપી હતી. સંસદીય કાર્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ ફક્ત ભારતીય સંસદનો ઉત્સવ નથી. એક પ્રકારે આપણે ભારતીય બંધારણનું સમ્માન કરી રહ્યા છીએ અને તેની વાતોને દેશની જનતા સામે લાવી રહ્યા છીએ.
આપણે બંધારણના ઘડવૈયાઓને શ્રાદ્ધાંજલિ આપી રહ્યા છીએ. જ્યારે પ્રેસિડેન્ટ સંસદના બન્ને સદનના સભ્યોને સંબોધન કરશે ત્યારે મારું માનવું છે કે તેમાં કોઈ દળગત રાજકારણ નહીં હોય. આપણે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરીશું. આજે સાંજે અમે પ્રેસિડેન્ટશ્રી સમક્ષ જઈશું અને તેમને કાલના કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026