Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

11 ઓગસ્ટે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-છોટા ઉદેપુરમાં ભારે વરસાદ, 12 થી 16 ઓગસ્ટે રાજ્યભરમાં છૂટાછવાયો વરસાદ

August 11, 2026

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 11 ઓગસ્ટ 2026 ના રોજ રાજ્યના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના પૂર્વાનુમાન અનુસાર 11 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ, ખેડા અને મહીસાગરમાં પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર 11 ઓગસ્ટ 2026 ના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

12થી 16 ઓગસ્ટ 2026 દરમિયાન અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવથી મધ્યમ વરસાદ થઈ શકે છે.