Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

August 12, 2026

બેંગલુરુમાં 40 વર્ષના એસ. જી. ઇમરાને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકની ફાઇવસ્ટાર તાજ હોટેલમાં પોતાની બે માસૂમ પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતાનું ગળું ચીરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકોમાં 10 વર્ષની શેખા ઝોયા અને 5 વર્ષની શેખા ઝેહરાનો સમાવેશ થાય છે. બંને બાળકીઓનું ગળું દાબી હત્યા કરાઈ હતી.

પોલીસને ઘટનાસ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેની પત્નીના લગ્નેતર સંબંધો અને કૌટુંબિક વિવાદોનો ઉલ્લેખ હતો. આ હસ્તલિખિત નોટ અનુસાર ઇમરાનને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને તે વૈવાહિક ઝઘડાથી વ્યથિત હતો. તેણે લખ્યું હતું કે તે ઇચ્છતો નથી કે તેના બાળકો આવી માતા સાથે રહે.

ઇમરાન નોર્થ બેંગલુરુના નાગવારા વિસ્તારનો રહેવાસી છે અને એક કેબ સર્વિસ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને ગંભીર અવસ્થામાં મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સાંજે તે બંને દીકરીઓ સાથે હોટેલમાં આવ્યો હતો. દીકરીઓની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ પીડાથી બૂમો પાડતા સ્ટાફે દરવાજો ખોલ્યો હતો.

બે દીકરીઓ પલંગ પર મૃત અવસ્થામાં મળી આવી હતી અને ઇમરાન બાથરૂમમાં લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોટેલ સ્ટાફના નિવેદનો લેવાઈ રહ્યા છે અને સુસાઇડ નોટની પણ તપાસ કરાઈ રહી છે.