મહિલા સશક્તિકરણ માટે સરકાર મક્કમ : ૨૦૨૯ની ચૂંટણી પહેલાં ૩૩ ટકા અનામત લાગુ કરવા કાયદાકીય વિકલ્પોની શોધ શરૂ
April 20, 2026
લોકસભામાં મહિલા અનામત બિલ અને તેને સંકળાયેલા અન્ય બે ખરડાઓ પસાર કરવામાં મળેલી નિષ્ફળતા છતાં કેન્દ્રની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર આ મુદ્દે પીછેહઠ કરવાના મૂડમાં જણાઈ રહી નથી. સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ‘નારી શક્તિ’ના વાસ્તવિક સશક્તિકરણ માટે ૨૦૨૯ની સામાન્ય ચૂંટણી પહેલાં જ ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા માટે મક્કમ છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે હવે સરકાર અન્ય કાયદાકીય માર્ગો અને બંધારણીય જોગવાઈઓ અંગે હિતધારકો સાથે ગહન ચર્ચાઓ કરી રહી છે.
સરકારી સૂત્રોએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશની અડધી વસ્તી ધરાવતી મહિલાઓને રાજકીય રીતે સશક્ત બનાવવાની સરકારની સ્પષ્ટ નેમ છે. વિપક્ષો દ્વારા અપનાવવામાં આવતી કોઈપણ રણનીતિ નારી શક્તિની આ પ્રગતિશીલ કૂચને રોકી શકશે નહીં. જો આ સુધારો અગાઉના સત્રમાં નિર્ધારિત માળખા મુજબ પસાર થઈ ગયો હોત, તો ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓથી જ મહિલા અનામતનો અમલ સત્તાવાર રીતે શરૂ થઈ ગયો હોત. જોકે, વર્તમાન અવરોધોને દૂર કરવા માટે સરકાર હવે વૈકલ્પિક રસ્તાઓ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
વર્તમાન સંસદીય સ્થિતિની વાત કરીએ તો, લોકસભામાં NDA પાસે હાલમાં ૨૯૩ સંસદસભ્યો સાથે ૫૪ ટકા અને રાજ્યસભામાં ૧૪૧ સભ્યો સાથે ૫૮ ટકા બહુમતીનું સમર્થન છે. સામાન્ય ખરડાઓ પસાર કરવા માટે આ સંખ્યા પર્યાપ્ત છે, પરંતુ મહિલા અનામત જેવા મહત્વના બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ એટલે કે વિશેષ બહુમતી મેળવવી અનિવાર્ય છે. આ જ કારણ છે કે સરકાર હવે અન્ય પ્રાદેશિક પક્ષોના સહયોગ અને કાયદાકીય છટકબારીઓ તપાસી રહી છે જેથી આગામી લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓનો પ્રતિનિધિત્વનો અધિકાર સુનિશ્ચિત કરી શકાય.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026