ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં
September 27, 2025
દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે.
ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22 આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, પાંચ આંચકા કચ્છ જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026