ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
June 24, 2026
મુંબઈમાં વરસાદનું આગમન થયા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર, મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં નોંધાયો હતો. ઉમરગામમાં 4.33 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લા અને તાલુકામાં 3.07 ઇંચ, રાજકોટના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ, વલસાડના કપરાડામાં 1.46 ઇંચ, વલસાડના વાપીમાં 1.42 ઇંચ તેમજ તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો, રાજકોટના કોટડા સાંગાણીમાં 0.79 મીમી, નર્મદાના સાગબારામાં 0.75 મીમી, પંચમહાલના જાંબુગોડામાં 0.51 મીમી, છોટાઉદેપુરના કાવંટમાં 0.51 મીમી, સુરતના માંડવી તાલુકામાં 0.31 મીમી, બોટાદના રાણપુર તાલુકામાં 0.31 મીમી, ડાંગના સુબીર તાલુકામાં 0.28 મીમી અને નવસારીના ચિખલી તાલુકામાં 0.24 મીમી વરસાદ નોંધાયો હતો.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026