અમેરિકામાંથી ગલ્ફ દેશો 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની પેરવીમાં
March 06, 2026
ન્યુ યોર્ક : મધ્ય પૂર્વના યુદ્ધની અસરો હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. એક અહેવાલ મુજબ, ખાડી દેશો હવે અમેરિકામાંથી પોતાનું જંગી રોકાણ પાછું ખેંચવાનું વિચારી રહ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કુવૈત અને કતર જેવા દેશોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. ઊર્જા (ઓઇલ-ગેસ), શિપિંગ અને પ્રવાસન ક્ષેત્રમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થવાને કારણે આ દેશોના બજેટ પર ભારે દબાણ (Budget Stains) સર્જાયું છે. પરિણામે, 4માંથી 3 મોટા ખાડી દેશો હવે અમેરિકા અને અન્ય વિદેશી રોકાણોમાંથી ખસી જવાની ચર્ચા કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ખાડી દેશો દ્વારા અમેરિકામાં કરવામાં આવેલું અંદાજે ૨ ટ્રિલિયન ડૉલર(આશરે 160 લાખ કરોડ રૂપિયાથી વધુ) થી પણ વધુનું રોકાણ અત્યારે જોખમમાં છે. આ દેશો અમેરિકા પ્રત્યેની તેમની રોકાણ પ્રતિબદ્ધતાઓની પુનઃ સમીક્ષા કરી શકે છે. જો આ રોકાણ પાછું ખેંચવામાં આવે, તો અમેરિકાના બજારમાં મોટો ભૂકંપ આવી શકે છે. આ પગલાને એક 'સાવચેતીના પગલા' તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ આડકતરી રીતે તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ લાવવાની વ્યૂહરચના પણ હોઈ શકે છે. ખાડી દેશો ઇચ્છે છે કે અમેરિકા આ યુદ્ધને રોકવા અથવા સ્થિતિ થાળે પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે. અમેરિકાના રોકાણને જોખમમાં મૂકીને આ દેશો વૉશિંગ્ટન પર દબાણ વધારી રહ્યા છે. જો ખાડી દેશો ખરેખર પોતાનું રોકાણ પાછું ખેંચે છે, તો તેની અસર માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વના શેરબજારો અને અર્થતંત્ર પર પડશે. યુદ્ધના વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે આ દેશો હવે પોતાના અનામત ભંડોળને બચાવવા માટે આ આકરો નિર્ણય લઈ શકે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026