વિદેશથી પાછા આવેલા માથાફરેલાએ પરિવારના 5 સભ્યોની કરી ઘાતકી હત્યા, ગર્લફ્રેન્ડને પણ ના છોડી
February 25, 2025
તિરૂવનંતપુરમ : કેરળની રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 23 વર્ષીય યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જોકે, તેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં. જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ જ ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, આરોપી તેના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો.
આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. 5 લોકોની ક્રૂર હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના રવિવારે (23મી ફેબ્રુઆરી) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર આરોપીએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી તેણે ઝેર પી લીધું હતું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
આરોપી અફાને કથિત રીતે તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી, જેમાં તેની દાદી, નાના ભાઈ અને અન્ય સંબંધીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં આરોપીની દાદી સલમાબી, 13 વર્ષનો ભાઈ અફસાન, તેના પિતાનો ભાઈ લતીફ, લતીફની પત્ની શાહિદા અને ગર્લફ્રેન્ડ ફરઝાનાની ઓળખ થઈ છે.
Related Articles
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ...
Oct 26, 2026
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન કરનારી નેહા બોરા પ્રત્યે માન છે..', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન...
Oct 26, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026