મુંબઇમાં ભારે વરસાદથી 7ના મોત, થાણે- પાલઘરમાં રેડ એલર્ટ જાહેર
August 19, 2025
મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ આપ્યુ છે.
આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે નાંદેડ જિલ્લામાં વાદળ ફાટ્યુ હતું જેમાં 200 થી વધુ લોકો ફસાયા હતા. તેઓને બહાર કાઢવા માટે એસડીઆરએફની મદદ લેવી પડી હતી. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.
મુંબઈના અંધેરી અને બોરીવલીમાં સૌથી વધારે વરસાદની અસર થઇ છે. અહીં 50 મીમીથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. બીજી તરફ કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતિવલી ટેકરી પર ભૂસ્ખલન થયુ હતું. વધુ પાણી ભરાઇ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. લોકો સુધી ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. લોકોને સ્થળાંતરિત કરીને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.
Related Articles
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યા...
Jul 12, 2026
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે...
Jul 12, 2026
Trending NEWS
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026