મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી, પુણે-થાણે સહિત 6 જિલ્લામાં હાઇએલર્ટ
June 14, 2025
મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઇ છે. છેલ્લા બે દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને નવી એડવાઇઝરી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે 6 જિલ્લામાં હાઇએલર્ટ આપ્યું છે. આગામી 24 કલાકમાં કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને થાણે જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસુ સમય કરતા વહેલુ આવ્યું છે. દર વર્ષે 7 જૂને આવે છે પરંતુ આ વખતે તો 25 મેના રોજ ચોમાસુ બેસી ગયું છે.
જે બાદ 4-5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ થઇ રહ્યો છે. જેનાથી ખેડૂતોને રાહત મળી છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે ફરી એકવાર મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026