જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
June 29, 2026
સ્ટેડ : જર્મનીના ઉત્તરી ભાગમાં આવેલા સ્ટેડ શહેરમાં સોમવારે જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર થવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ મામલે 2 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ગોળીબાર સેન્ટ્રલ સ્ટેડ વિસ્તારમાં આવેલા એક યુથ સેન્ટર (યુવા કેન્દ્ર)માં થયો હતો. ઘટનાને નજરે જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે હુમલો કરનારાઓની સંખ્યા 1થી વધુ હતી. જો કે, પોલીસ દ્વારા હજી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હુમલો કેમ કરવામાં આવ્યો અને તેની પાછળનો હેતુ શું હતો, તે અંગે પોલીસે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. હાલમાં પોલીસ દ્વારા સ્ટેડ શહેરના મુખ્ય કેન્દ્રની બહારના વિસ્તારોમાં એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સ્ટેડ શહેર હેમ્બર્ગની પશ્ચિમમાં આવેલું છે, જેની વસ્તી અંદાજે 50,000 જેટલી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026