હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર, ઈરાની નેવીનું આક્રમક વલણ
April 22, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજો પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલાઓ છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી.
સુરક્ષા સંબંધી ચિંતાઓમાં વધારો
એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.
રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTO એ જણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને આ ઘટનાને કારણે જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચવાની કોઈ ઘટના બની નથી. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે તે ગનબોટ પર ત્રણ લોકો સવાર હતા. ગ્રીક સંચાલિત કન્ટેનર જહાજના કેપ્ટને એમ પણ જણાવ્યું હતું કે ઘટના પહેલા કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો અને જહાજને શરૂઆતમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે.
Related Articles
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026