હિમાચલ પ્રદેશમાં 'આફતોનું પૂર': અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ
July 02, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાના કારણે, ત્રણ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે. આ ઉપરાંત છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓ અને ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ભારતીય હવામાન વિભાગે(IMD) 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Related Articles
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026