Breaking News :
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા! દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન

સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!

October 22, 2026

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર અને ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. સામાન્ય રીતે એરપોર્ટ અને પેસેન્જર ફ્લાઈટ્સ કોઈપણ યુદ્ધ ક્ષેત્રમાં સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત ક્ષેત્ર ગણાતા હોય છે. પરંતુ સાઉદી અરેબિયાના મુખ્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તેલના કુવાઓ પર થયેલા ઉપરાઉપરી હુમલાઓએ વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કરી દીધો છે. આ સ્થિતિની ગંભીરતા એટલી વધી ગઈ છે કે વૈશ્વિક મહાસત્તા અમેરિકાએ પણ પોતાના અધિકારીઓને તાત્કાલિક અસરથી ત્યાંથી ખસી જવાની સૂચના આપવી પડી છે.

સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં આવેલા અને પર્શિયન ગલ્ફ પાસે બહેરીન તેમજ કતારની સરહદ નજીક સ્થિત દમ્મામના જાણીતા 'કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ' પર બુધવારે મોડી રાત્રે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1 સાઉદી નાગરિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ગુરુવારે સવારે અધિકૃત પુષ્ટિ કરતાં જણાવ્યું કે હુમલાના કારણે એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે.

ગ્લોબલ ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ 'Flightradar24' દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી જાહેર કરવામાં આવી હતી કે મધરાતે હુમલા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સના રૂટ તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર અગાઉ પણ હૂથી બળવાખોરોની મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ હુમલાઓનું નિશાન બની ચૂક્યો છે. જોકે આ તાજા હુમલા અંગે ઈરાન સમર્થિત હૂથી જૂથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સાઉદી ગઠબંધને જણાવ્યું છે કે તેમણે દેશના પૂર્વીય ક્ષેત્રમાં 4 ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ કર્યા હતા.

અરામકો ઓઈલ ફિલ્ડ પર ડ્રોન કાટમાળ પડતાં 2નાં મોત: ઘાયલોમાં ભારતીય નાગરિક

એરપોર્ટ પર થયેલા હુમલાના થોડા સમય પહેલાં જ દક્ષિણ-પૂર્વીય સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની 'અરામકો' દ્વારા સંચાલિત શાયબહ ઓઈલ ફિલ્ડ પર ઈન્ટરસેપ્ટ કરાયેલા ડ્રોનનો કાટમાળ પડ્યો હતો.