જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિયન મિશનરીનો કાર્યક્રમ બંધ કરાવ્યો
December 26, 2024
જામનગર : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં બુધવારે નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતાં હિન્દુ સેના દ્વારા તાત્કાલિક દોડી જઈ કાર્યક્રમને રોકાવી દઇ આવી પ્રવૃત્તિ બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
મિશનરીઓ દ્વારા સ્થાનિક મજૂરો અને નાના કામના લોકોને એકત્રિત કરી મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ પાર્ટી દ્વારા ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી.
આ બાબતે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટને જાણ કરવામાં આવતાં તેમણે તાત્કાલિક ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગૌરવભાઈ મહેતા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો, અને ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી હતી.
હિન્દુ સેનાના આ કાર્યને લઈને મિશનરીઓ અને હિન્દુ સેના વચ્ચે થોડો સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને પગલે ધ્રોલ તેમજ જોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક વ્યક્તિઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલામાં જોડીયા પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026