શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા, રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો
June 09, 2025
રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એકસાથે ટ્રેનથી પરત ફર્યા હતા. આ આખી યોજના પહેલાથી જ નક્કી હતી, જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો. પોલીસે સોનમ અને બાકીના આરોપીઓ સાથે પૂછપરછ શરૂ કરી છે. જલ્દી જ તમામ પુરાવા અને નિવેદનોના આધારે હત્યાકાંડની આખી કહાણીનો ખુલાસો કરવામાં આવશે. આ મામલે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ સામેલ છે. પોલીસ તપાસમાં જાણ થઈ કે, આ કાવતરાનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની મદદથી પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો. સૌથી પહેલો હુમલો આનંદે કર્યો અને બાદમાં વિક્કી અને રાજે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને આ આખાય ષડયંત્રની જાણકારી ત્યારે મળી જ્યારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને મહત્ત્વપૂર્ણ પુરાવા આપ્યા. વળી, સોનમ રઘુવંશીએ ખુદ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધી હતું, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલે અન્ય કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026