મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા
June 15, 2026
અમેરિકા ઈરાન વચ્ચે ભલે શાંતિ કરારની ડીલ ફાઈનલ થઈ ગઈ હોય પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી હોર્મુઝમાં ચાલતા ઘમસાણને કારણે ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં સામાન્ય જનતા અને ગ્રાહકો પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. મે મહિનાના જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ના આંકડા જાહેર થઈ ગયા છે અને આ આંકડા અત્યંત ચિંતાજનક છે. મે મહિનામાં થોક મોંઘવારી (WPI) વધીને 9.68 ટકા પર પહોંચી ગઈ છે. આ પહેલા એપ્રિલમાં આ 8.26 ટકા પર હતી. મે મહિનામાં મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં આ 10.70 ટકા પર પહોંચી ગઈ હતી.
કોમર્સ મિનિસ્ટ્રીએ આજે એટલે કે 15 જૂને થોક મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી વધવાનું કારણ રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ અને ફ્યુઅલના ભાવ વધવા છે. આ સિવાય અનાજ અને તેલ પણ મોંઘા થયા છે. વાસ્તવમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સાડા ત્રણ મહિનાથી તણાવ છે. જો પરિસ્થિતિ સામાન્ય નહીં થાય તો મોંઘવારી હજુ વધી શકે છે.
રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા
રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ (પ્રાઇમરી આર્ટિકલ્સ)ની મોંઘવારી 3.78 ટકાથી વધીને 4.99 ટકા થઈ ગઈ.
ખાવા-પીવાની વસ્તુઓ (ફૂડ ઇન્ડેક્સ)ની મોંઘવારી 3.11 ટકાથી વધીને 4.49 ટકા પર પહોંચી ગઈ છે.
ફ્યુઅલ અને પાવરનો થોક મોંઘવારી દર 24.89 ટકાથી વધીને 30.33 ટકા થઈ ગયો છે.
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો થોક મોંઘવારી દર 6.68 ટકાથી વધીને 7.48 ટકા રહ્યો.
હોલસેલ મોંઘવારીના 4 ભાગ
પ્રાઇમરી આર્ટિકલ, જેનું વેટેજ 22.62 ટકા છે. ફ્યુઅલ એન્ડ પાવરનું વેટેજ 13.15 ટકા અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેટેજ સૌથી વધુ 64.23 ટકા છે. પ્રાઇમરી આર્ટિકલના પણ ચાર ભાગ છે.
-ફૂડ આર્ટિકલ્સ જેવા કે અનાજ, ઘઉં, શાકભાજી
-નોન ફૂડ આર્ટિકલમાં ઓઇલ સીડ્સ (તેલીબિયાં) આવે છે
-મિનરલ્સ (ખનિજો)
-ક્રૂડ પેટ્રોલિયમ
મે મહિનામાં રિટેલ મોંઘવારી 3.93 ટકા રહી
મે મહિનામાં રિટેલ મોંઘવારી વધીને 3.93 ટકા પર પહોંચી ગઈ, જે એપ્રિલમાં 3.48 ટકા હતી. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટાર્ગેટ 4 ટકાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026