3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
September 21, 2026
બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી અઠવાડિયે ભારતના ત્રણ રાજ્યોમાં વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' દસ્તક આપી શકે છે. જોકે, આ અંગે પરિસ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી અને માત્ર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
ચોમાસાની વિદાય મોટા વિનાશ સાથે થઈ શકે છે. ઉત્તરીય અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર) બની રહ્યું છે, જે સોમવારે વધુ મજબૂત બની શકે છે. જોકે, આ ચક્રવાતી વાવાઝોડા 'અર્નબ'માં પરિવર્તિત થશે કે નહીં, તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં થઈ શકે છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર એલર્ટ જાહેર કરવાનું બાકી છે. જો આમ થશે, તો અર્નબ આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, દબાણનું ક્ષેત્ર હાલમાં ઉત્તરીય અંદમાન સમુદ્ર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. તેની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે તે સોમવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. સાથે જ બુધવારે સવારે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરીય ક્ષેત્રમાં પહોંચી શકે છે.
અલીપુર હવામાન વિભાગના કાર્યાલયને ટાંકીને જણાવાયું છે કે, પશ્ચિમ બંગાળ પર ચક્રવાત અર્નબની અસર થઈ શકે છે. સાથે જ તેની અસર શુક્રવાર સુધી રહેવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, દબાણનું ક્ષેત્ર ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. બંગાળમાં સોમવારે ઓછો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ મંગળવારથી તેમાં વધારો નોંધાઈ શકે છે.
Related Articles
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મૃતકાંક 800ની નજીક, સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મ...
Aug 31, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026