હું ભાજપમાં નથી જઈ રહ્યો: PM મોદીના વખાણ બાદ શશી થરૂરની સ્પષ્ટતા, અટકળો પર વિરામ
June 24, 2025
કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર વિશે છેલ્લા ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરૂરે કેન્દ્ર સરકારના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમના એક લેખે તમામ અટકળનો અંત લાવી દીધો છે. જેમાં તેમણે ભાજપમાં જોડાવવાની અટકળો ફગાવી દીધી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લખ્યું કે,'આ લેખમાં મેં ભારતની વિદેશ નીતિ હેઠળ કરવામાં આવેલા આઉટરીચ અભિયાનની સફળતાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સાથે વાતચીત કરવામાં સક્રિયતા અને ઉર્જા દર્શાવી છે. આમાં ભાજપ કે કોંગ્રેસની વિદેશ નીતિ જેવી કોઈ વસ્તુ નથી, ફક્ત ભારતીય વિદેશ નીતિ છે.' ભાજપમાં જોડાવવા અંગે શશી થરૂરે લખ્યું કે, '11 વર્ષ પહેલાં જ્યારે હું સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યો હતો. ત્યારે મેં પણ આ જ વાત કહી હતી. એવા સંકેત નથી કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. આ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.' નોંધનીય છે કે, વાડપ્રધાન કાર્યાલયમા (PMO)એ શશી થરૂરનો આ લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવા માટે ડેલિગેશન મિશનમાં શશી થરુરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ શશી થરુરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશી થરુરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને તેમના વિશ્વમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026