હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું' ટ્રમ્પનો યુટર્ન કે નવી ચાલ?
March 24, 2026
વૈશ્વિક રાજનીતિમાં પરિસ્થિતિ અત્યંત ઝડપથી બદલાઈ રહી છે. માત્ર 40 કલાક પહેલા ઈરાનને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપનાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથે વાતચીત અને શાંતિની વાતો કરી રહ્યા છે. જોકે, ઈરાને આવી કોઈ પણ વાતચીતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. સોમવારે ઈરાન પરના હુમલામાં 5 દિવસના વિરામ બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મોટા મુદ્દાઓ પર સહમતી બની છે.
ફ્લોરિડામાં એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન સાથેના સંભવિત કરારથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો થશે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, તેઓ ઈરાનમાં કોની સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે કોઈનું નામ આપ્યા વગર કહ્યું કે, તેઓ ઈરાનના એક સન્માનિત વ્યક્તિ સાથે સંપર્કમાં છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું, "અમે ઈરાનના નેતૃત્વના પહેલા, બીજા અને ત્રીજા તબક્કાને લગભગ ખતમ કરી દીધા છે, પરંતુ હવે અમે એવા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ. જેને હું સૌથી સન્માનિત અને નેતા માનું છું."
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વાતોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ખતમ કરવા પર ચર્ચા થઈ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "અમે ઈચ્છીએ છીએ કે કોઈ યુરેનિયમ સંવર્ધન ન થાય, પરંતુ તેમની પાસે જે સંવર્ધિત યુરેનિયમ છે તે પણ અમે લેવા માંગીએ છીએ." જો આ પાંચ દિવસનો યુદ્ધવિરામ સફળ રહે છે, તો મિડિલ ઈસ્ટના આ લાંબા સંઘર્ષનો કાયમી ઉકેલ આવી શકે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026