ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે IMAએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, મેડિકલ ગાઈડન્સ મળશે
March 03, 2026
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર અનેક ખાડી દેશો પર પડી રહી છે. કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પરિસ્થિતિ વણસી છે. આ દેશોમાં લાખો ભારતીય નાગરિકો ફસાયેલા છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના કેટલાક સભ્યો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ એશિયામાં આશરે 96 લાખ ભારતીય નાગરિકો રહે છે, જેઓ ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે કોઈને કોઈ રીતે પ્રભાવિત થયા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) જણાવ્યું કે, તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સાથે છે. જરૂરિયાતમંદ લોકો સંબંધિત દેશોમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, IMA ના સભ્યો સહાય માટે ઓનરરી ફાઇનાન્સ સેક્રેટરી ડૉ. પીયૂષ જૈનનો પણ સંપર્ક કરી શકે છે. IMA એ તમામ લોકોને શાંત રહેવા અને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી છે. જેથી જરૂરિયાતમંદોને સમયસર મદદ મળી રહે.
Related Articles
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
Trending NEWS
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026