કોલકાતા દુષ્કર્મ કેસમાં હુમલા માટે વપરાયેલી હોકી સ્ટીક ઉપરાંત પોલીસે મહત્ત્વના પુરાવા એકઠાં કર્યા
June 30, 2025
આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ-હત્યા કેસના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કોલકાતા ફરી એકવાર વધુ એક ભયાનક ઘટનાથી હચમચી ઉઠ્યું છે. દક્ષિણ કોલકાતા લો કોલેજ કેમ્પસમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ થયુ હતું. આ કેસમાં મનોજિત મિશ્રા, પ્રોમિત મુખર્જી અને જૈદ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે મનોજિતે પર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું, જ્યારે અન્ય બે લોકોએ વીડિયો બનાવ્યા હતા જેથી વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી શકે. મનોજિત તૃણમૂલની યુવા વિંગનો સભ્ય છે. જોકે, પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને સૌથી કડક સજા મળશે. પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી છે. મનોજિત પર પીડિતાના માથા પર હોકી સ્ટીકથી હુમલો કરવાનો આરોપ છે. પોલીસે તે હોકી સ્ટીકને પુરાવા તરીકે સાચવી રાખી છે. તેમજ મનોજિત મિશ્રાએ લાલ કુર્તો, આછા ભૂરા રંગનો છ ખિસ્સાવાળું પેન્ટ અને કાળું શોર્ટ્સ પહેર્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ કપડાં પણ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ કપડાં ગુના સમયે પહેરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેમણે ત્રણેય આરોપીઓના ડીએનએ સેમ્પલ પણ લઈ લીધા છે. પોલીસને ગાર્ડ રૂમના ફ્લોર પર વાળ પણ મળ્યા. પીડિતાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, 'હું ત્યાં લાશની જેમ પડી રહી હતી.' પોલીસનું કહેવું છે કે, 'સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પીડિતા કોલેજના મુખ્ય દરવાજા તરફ દોડી ગઈ હતી પરંતુ તેને બળજબરીથી ગાર્ડ રૂમમાં પાછો ખેંચી લાવવામાં આવી હતી. આથી એવું કહી શકાય કે પીડિતાએ પોતાને બચાવવાની પૂરી કોશિશ કરી હતી અને અંતે હારી ગઈ હતી.' આ કેસમાં મનોજિત મિશ્રાનો મોબાઇલ ફોન સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવો છે. પોલીસનું માનવું છે કે સહ-આરોપી જૈબ અહેમદ અને પ્રોમિત મુખર્જીએ મનોજિત મિશ્રાના કહેવા પર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. બંને આરોપીઓ કાયદાના વિદ્યાર્થીઓ છે. વીડિયો બનાવતી વખતે, તેઓએ ખાતરી કરી હતી કે પીડિતાનો ચહેરો સ્પષ્ટ દેખાય. આ વીડિયો તપાસ માટે કોલકાતાના સોલ્ટ લેક સ્થિત સાઈબર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026