અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ
October 03, 2025
પિતરાઈ ભાઈએ બહેન સાથે કરી કરોડોની છેતરપિંડી
અમદાવાદ : અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પિતરાઈ ભાઈ અને તેના ભાગીદારોએ ધંધામાં આર્થિક મદદ કરવા મહિલાને કહ્યું હતું. જેમાં મહિલાએ વિશ્વાસ રાખીને રૂપિયા આપ્યા હતા. જોકે, મહિલાએ ઘર ખરીદવા માટે પિતરાઈ ભાઈ પાસેથી રૂપિયા પરત માગ્યા તો આરોપી વારંવાર બહાના આપતા હતા. અંતે કંટાળીને મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ સહિત ત્રણ આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2 ઓક્ટોબરના રોજ નોંધાયેલી FIR મુજબ, ફરિયાદી નેહલ ઠક્કર (ઉં.વ.48), જે પ્રહલાદનગર સ્થિત એક કંપનીમાં એસોસિયેટ ડિરેક્ટર છે. નેહલે જણાવ્યું હતુ કે, 'મારા પિતરાઈ ભાઈ ચેતન જયંતિભાઈ કારિયાએ મે 2023માં આસ્થા ક્રિએશન્સ કંપની માટે ફંડ મેળવવા અને તેમના ધંધામા પ્રિત પ્રદીપ કારિયા અને સાગર ચેતન કારિયા નામના ભાગીદારોને નાણાકીય મુશ્કેલી હોવાથી મને રોકાણ કરવાનું જણાવ્યું હતું.'
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચેતને ધંધો સ્થિર થયા પછી પૈસા પાછા મળી જશે તેવું કહેલું. જેથી નેહલે મે અને ઓક્ટોબર 2023 દરમિયાન રૂ.1.37 કરોડ આસ્થા ક્રિએશન્સના એક્સિસ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતી. જ્યારે અન્ય રૂ.37.5 લાખ રોકડા આપ્યા હોવાનો દાવો કર્યો છે, ત્યારે નેહલે કુલ 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં મહિલાના પતિએ પણ પિતરાઈ ભાઈના નાણાકીય મદદ કરવા સંમતિ આપી હતી. જ્યારે મહિલાને ઘર ખરીદવા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં ચેતને જણાવ્યું હતું. પરંતુ આરોપી વારંવાર બહાના આપતો હતો. અંત મહિલાએ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચેતન કારિયા અને તેના ભાગીદારો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ FIR નોંધાવી હતી. છેતરપિંડીની ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જ્યારે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરાઈ છે કે નહીં તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026