બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હનને ગોળી મારી દીધી
February 25, 2026
બિહારના બક્સર જિલ્લામાં લગ્ન સમારોહ દરમિયાન એક દુલ્હનને તેના એક્સ પ્રેમીએ કથિત રીતે પેટમાં ગોળી મારી દીધી હોવાની ઘટના બની હતી. પેટમાં ગોળી વાગતા દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘાયલ દુલ્હનને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેની ગંભીર સ્થિતિને જોતાં ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ બાદમાં તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. આરોપીઓને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના જૂની પ્રેમ કહાની સાથે જોડાયેલી હોઈ શકે છે. આરોપીની ઓળખ દિનબંધુ તરીકે થઈ છે, જે હવે ગાયબ છે. એસએચઓ ચંદન કુમારે જણાવ્યું હતું કે આરોપી અગાઉ દારૂ સંબંધિત કેસમાં જેલમાં બંધ હતો. પોલીસે આરોપીના માતા-પિતાને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને તેની ધરપકડ કરવા માટે દરોડા ચાલુ રાખ્યા છે. પોલીસ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ થયા પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026