હૈદરાબાદમાં સાંસદના પુત્રએ મોંઘીદાટ કારથી યુવતીને કચડી, પોલીસે નોટિસ આપી છોડી મુકતા વિવાદ
August 21, 2026
હૈદરાબાદ- હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસ્ટન માર્ટિન કારની ટક્કરથી 26 વર્ષીય યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદ લિંગમનેની રમેશનો 23 વર્ષીય પુત્ર લિંગમનેની સંજુશ ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીની ઓળખ 26 વર્ષીય ભારતી મુખી તરીકે થઈ છે, જે તે જ મોલમાં સેલ્સવુમન તરીકે નોકરી કરતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 16 ઓગસ્ટે બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ ભારતી તેના એક સાથી કર્મચારી સાથે નજીકની હોટેલમાં જમવા ગઈ હતી. જમીને બંને જ્યારે રસ્તો ઓળંગીને મોલ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે જ પુરપાટ ઝડપે આવેલી કારે ભારતીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી સખત હતી કે ભારતીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને એ જ કારમાં તુરંત હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ મામલે મોલના સ્ટોર મેનેજર પંજાલા અશ્વિન કુમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ અને દસ્તાવેજોના આધારે પોલીસે સાંસદના પુત્ર સંજુશ સામે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 106(1) હેઠળ ગુનો નોંધ્યો છે, જે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મોત નીપજાવવા સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. સીસીટીવી અને તપાસમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માત સમયે સંજુશ જ કાર ચલાવી રહ્યો હતો. જોકે, આ ગુનો જામીનપાત્ર હોવાથી પોલીસે તેની ધરપકડ કરવાના બદલે નોટિસ પાઠવી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
Related Articles
પેલેટ ગન મામલે ફરિયાદ નોંધવામાં દિલ્હી પોલીસે અખાડા કરતા રાહુલ ગાંધીના 4 કલાક ધરણા
પેલેટ ગન મામલે ફરિયાદ નોંધવામાં દિલ્હી પ...
Aug 21, 2026
દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું
દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સ...
Aug 21, 2026
આસામમાં પુરમાં ગંભીર ઈજાગ્રસ્ત 53 વર્ષીય હાથણીનું આસામથી જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ
આસામમાં પુરમાં ગંભીર ઈજાગ્રસ્ત 53 વર્ષીય...
Aug 21, 2026
26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ, ભારતે કહ્યું- આતંકવાદ સામે જરૂરી પગલાં લઈશું
26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે...
Aug 19, 2026
જૌહર યુનિવર્સિટીમાં કાળા નાણાના વાપર્યાની શંકાએ સપા નેતા આઝમ ખાનના 10થી વધુ ઠેકાણે ઈડાના દરોડા
જૌહર યુનિવર્સિટીમાં કાળા નાણાના વાપર્યાન...
Aug 19, 2026
ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ : હિમાચલમાં ખાણ ધસતા 3 કામદારો દટાયા, કોટદ્વારમાં મકાન ધરાશાયી થતા બાળક સહિત 2ના મોત
ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ : હિમાચલમાં...
Aug 19, 2026
Trending NEWS
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026
19 August, 2026