ઓડિશામાં દલિતો સાથે બર્બરતા, ગટરનું પાણી પીવા મજબૂર કર્યા: રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં મનુસ્મૃતિ નહીં ચાલે
June 24, 2025
ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતાં ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓડિશામાં બે દલિત યુવકોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ ગટરનું પાણી પીવા મજબૂર કર્યા છે, તે તદ્દન અમાનવીય ઘટના જ નહીં પણ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે.
આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટના એવા લોકોને અરીસો બતાવે છે કે, જેઓ બૂમો પાડીને કહી રહ્યા છે કે, જાતિ હવે મુદ્દો રહ્યો નથી. દલિતોની ગરિમાને કચડતી આ ઘટના બાબા સાહેબના બંધારણ પર પ્રહાર સમાન છે. સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધ ષડયંત્ર છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ બનવી સામાન્ય છે. કારણકે, તેમનું રાજકારણ રોષ, નફરત અને ઊંચ-નીચના ભેદભાવ પર નભેલું છે. ખાસ કરીને ઓડિશામાં એસસી, એસટી અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર સતત વધી રહ્યા છે. દોષિતોને તુરંત આકરી સજા આપવી જોઈએ. દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026