યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા
March 14, 2026
અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર આક્રમણ કરીને ઈરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની હત્યા કરી હતી. આ હુમલા પછી ઈરાને પણ અખાતના દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ તથા નાગરિક સ્થળો તેમજ ઈઝરાયેલ પર મોટાપાયે ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલથી હુમલા કર્યા હતા. આ સાથે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના સપ્લાયના સૌથી મોટા માર્ગ હોર્મુઝની ખાડીને બ્લોક કરી દીધી છે. હોર્મુઝની ખાડીમાંથી દુનિયાના ક્રૂડ ઓઈલ અને એલએનજીનો ૨૦ ટકા જથ્થો પસાર થાય છે ત્યારે ઈરાનની નાકાબંધીથી દુનિયામાં ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિણામે વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને સ્તરે પહોંચી ગયો છે, જેની અસર ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રોકાણકારોએ હજુ પણ વધુ ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હોર્મુઝની ખાડી વધુ સમય સુધી બંધ રહેશે તો બજાર વધુ નીચે તૂટી શકે છે. હોર્મુઝની ખાડી વધુ ૧૦ દિવસ બંધ રહે તો ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૮૦ ડોલરે જઈ શકે છે. આમ થાય તો ભારત સહિત વૈશ્વિક બજારોમાં ૧૦ ટકાનો કડાકો જોવા મળી શકે છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026