ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
June 15, 2025
એડિલેડ: ઓસ્ટ્રેલિયામાં એડિલેડના રૉયસ્ટન પાર્કમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય મૂળના 42 વર્ષીય નાગરિક ગૌરવ કુંદીનું મોત નિપજ્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા કથિત રીતે વધુ પડતો બળ પ્રયોગ કરવાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. 29 મેની સવારે થયેલી આ ઘટના બાદ 13 જૂને રૉયલ એડિલેડ હોસ્પિટલમાં ગૌરવનું મોત નિપજ્યું અને તેની તુલના અમેરિકામાં જૉર્જ ફ્લૉયડના કેસ સાથે થવા લાગી છે.
ગૌરવ કુંદીને કથિત રૂપે પોલીસ અધિકારીઓએ જમીન પર પટક્યો હતો, જોકે તેની સાથી અમૃતપાલ કૌરે તેનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ફૂટેજમાં કુંદી પોતે નિર્દોષ હોવાનું કહી વિરોધ કરી રહ્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો કે, 'મેં કંઈ ખોટું નથી કર્યું'.
અમૃતપાલ કૌરના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ કથિત રૂપે ગૌરવ કુંદીની ગરદન પર પોતાના ઘૂંટણ મૂક્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઝપાઝપી દરમિયાન કુંદીનું માથું પોલીસ વાહન સાથે અથડાયું. જોકે, મેં ગભરાહટમાં રેકોર્ડિંગ બંધ કરી દીધું અને તે ક્ષણ રેકોર્ડ ન કરી શકાઈ.
કમિશનરની તપાસ અનુસાર, અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી છે કે, બૉડીકેમ ફૂટેજથી કથિત રૂપે જાણ થાય છે કે, ક્યારેય ગૌરવ કુંદીની ગરદન પર ઘૂંટણ રાખવામાં નથી આવ્યો, ન તો તેનું માથું વાહન અથવા રસ્તા પર જબરદસ્તી દબાવવામાં આવ્યું છે. ગૌરવ કુંદીએ કથિત રૂપે પોલીસ સાથે હિંસક વિરોધ કર્યો હતો, જેના કારણે તેમના અને કૌર વચ્ચે કથિત વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026