ઈન્ડિગો વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
June 17, 2025
કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાને લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી વિમાનની તપાસ કરવામાં આવી હતી. વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તુરંત ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી કે, ધમકી ગંભીર હતી. કારણ કે, ધમકીમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યો હતો. જોકે, ધમકી મળી ત્યાં સુધી ફ્લાઇટ કોચ્ચિથી ઉડાન ભરી ચુકી હતી, જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વળાવી દેવાયું હતું. હાલ, વિમાન અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, શુક્રવારે થાઇલેન્ડના ફુટેકથી નવી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાન AI-379ને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફુકેટ એરપોર્ટના અધિકારીઓએ જાણકારી આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી પ્રોસીઝરનું પાલન કરતા તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના આ વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026