Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

આયોવા સિટીમાં કુટુમ્બ કલેશમાં અંધાધૂંધ ગોળીબાર : કુલ 7 નાં મોત

June 03, 2026

ડેસ, મોનીસ : એક કુટુંબ ક્લેશે અયોધ્યા શહેરના મુસ્કેટાઈટ વિસ્તારમાં થયેલી ગોળીબારીમાં ગોળીબાર કરનાર સહિત કુલ સાતનાં મોત થયાં હતાં. સોમવારે બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળી અમે ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે ગોળીબાર કરનાર દોડતો દોડતો નાસી ગયો હતો. અમે જોયું કે ઘરના મુખ્ય ખંડમાં છ વ્યક્તિઓ ગોળીબારીમાં મૃત્યુ પામી હતી. પોલીસ ગોળીબાર કરનાર પાછળ પડી. તે દોડતો દોડતો છેક મીસીસીપી નદી સુધી પહોંચ્યો. ત્યાં પોલીસને આવતી જોઈ તેણે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબાર કરનારનું નામ રીયાન વિલીસ મેક ફોર્લેન્ડ હતું. તેને મિલ્કત અંગે કુટુમ્બીજનો સાથે ઝઘડો ચાલતોહતો. તે કુટુમ્બીજનોથી અલગ રહેતો હતો. સોમવારે સાંજે અચાનક ધસી જઈ તેણે તેનાં કુટુમ્બીજનોને બંદૂકનાં નિશાન બનાવ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ પછી પોલીસે આજુબાજુમાં રહેતા લોકોને પણ આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોળીબાર કરનારે જ આત્મહત્યા કરી છે તેથી તમારે ભય રાખવાની કે ચિંતા કરવાની જરૂર નથી.